Ghoogharlappo, a doodhpaak made with broken wheat

0

આજે વાત  ઘૂઘરલપ્પા વિશે!!

ઘૂઘરા,ઘૂઘરી,ઘૂઘરલપ્પો !જો હું તમને કહું કે આ બધાં રમકડા નહીં, પણ આપણી વાનીઓના નામ છે,તો!? મજાના નામ છે,ખરું ને?

શુક્રવારીયા,ફટાકડા,ઓલા-ઝોલા,પ્રેમપત્રો-આ બધાં વાનગીઓના નામ બોલતા ગમ્મતનોઆભાસ થાય. 

ઘૂઘરલપ્પો, નામ સાંભળીને ખ્યાલ ન આવે કે આ ઘઉંના દૂધપાકની વાત થઈ રહી છે. પહેલા ફક્ત વાનગીઓમાં જ નહીં, તેમના નામમાં પણ 

કેટલું વૈવિધ્ય હતું. 

જ્યારે હું દક્ષિણ ભારતના વિવિધ પ્રકારના પાયસમ વિશે વાંચતી, તો મનમાં થતું કે આપણાં ગુજરાતી પાકશાસ્ત્રમાં દૂધપાક અને ખીરનો વારસો કેમ આટલો નબળો છે? પરંતુ જેમ જેમ ગુજરાતની culinary legacy વિશે સંશોધન કરતી ગઈ, તેમ તેમ અજબ-ગજબના દૂધપાક જાણવા મળ્યાં. અને એને ઉત્તમ રીતે બનાવવાની સુચનાઓ પણ વાંચી. દૂધપાકનું દૂધ હંમેશા સારી  રીતે પકાવવાનું હોય. દૂધ ઘટ્ટ કરવાનું,પતાશા પડતુ (as shown in video). કેસરનો આગ્રહ નથી પણ ચારોળી,એલચી અને જાયફળનો છે. પોસાય તો બદામની કતરણ પણ નંખાય.આવી નાની નાની સુચનાઓ ના આધારે જણાય કે ૭૦ -૮૦ વર્ષ પહેલાં દૂધપાક કેવાં બનતા.                                              

 નવા ઘઉંની ભરણીનો સમય હવે આવશે, નવા ચોખા માફક નવા ઘઉં પણ ચીકણા (glutinous) હોય, તેના ફાળા અને થૂલીનો ઘૂઘરલપ્પો બનાવી જોજો, બધાંને ખવડાવજો અને જણાવજો કે કેવો ભાવ્યો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close
All material is the copyright of theroute2roots unless specifically mentioned otherwise
Close
error: Content is protected !!